સીદસર ગામના ખેડૂત અને જાગૃત યુવા આગેવાન નરેશ ડાખરાને ખેડુત એકતા મંચના જીલ્લા મહામંત્રી તરીકે જવાબદારી અપાઈ
દેવરાજ બુધેલીયા
ગુજરાત ખેડૂત એકતા મંચના સાગરભાઈ રબારી ના નેતૃત્વ માં ખેડૂતો માટે ની જાગૃત સંસ્થા “ખેડૂત એકતા મંચ” નું ભાવનગર જિલ્લા માં પણ ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે તરેડ ગામ ના ખેડુત આગેવાન ભરતસિંહ ખેડૂતો ની જમીન કંપનીઓને ના આપી દેવાય તે માટે સતત લડાઈ ચલાવી રહ્યા છે ખેડૂતો ને સરકાર દ્રારા યોગ્ય સહાયો,પાક વીમાં,પોષણક્ષમ ભાવો,સિંચાઈ માટે ની વ્યવસ્થા, વીજળી વન્ય પશુઓથી રક્ષણ જેવા અનેક પ્રશ્ર્નો ને લઈ આગામી દિવસોમાં ખેડૂત એકતા મંચ દ્રારા આંદોલન યાત્રા ઓ થવાનું છે.તારીખ ૧ થી ૫ ડિસેમ્બર દરમ્યાન ખેડિના પ્રશ્ને બાઈક રેલી,સભાઓ પણ થનાર હોય એવા સમયે આ સંસ્થામાં જાગૃત અને યુવાન ખેડૂતો પણ જોડાય એ માટે નરેશ ડાખરા દ્રારા કામ શરૂ કરાયું છે.