બંને પુત્રોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા, પિતા ફ્રીઝ અને એસી રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે

ઓન ધ સ્પોટ..મિલન કુવાડિયા રાત્રે..૮/૦૭ કલાકે
ભાવનગરના સાંકડાસર ગામના રહેવાસી અને વર્ષોથી સિદસર ગામે રહેતા કાંતિભાઈ રમણા પોતાના બે દિકરા હર્ષ રમણા (ઉં.વ. ૧૫) અને આનંદ રમણા (ઉં.વ.૧૦) લઈને નદીમાં ન્હાવા ગયા હતા. ગામના ક્રિકેટ મેદાન પર ગયા બાદ શામપરા રોડ પર માલેશ્રી નદીમાં પિતા સાથે બંને પુત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ અચાનક આનંદ અને હર્ષનો પગ લપસતા બંને ડૂબવા લાગ્યા હતા અને પિતાએ બંનેને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ પિતાની નજર સામે જ ડૂબી જતા બંને પુત્રોના મોત નીપજ્યા હતા.

 


બોક્સ..

બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા

ઘટનાની જાણ થતા જ પોલીસ અને આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતે પગ લપસી જતા બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડૂબી જતાં સગા બે ભાઈઓને પાણીમાંથી બહાર કાઢી ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. બાદમાં બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા.

કાંતિભાઈ ફ્રીઝ અને એસી રિપેરિંગનું કામ કરે છે

કાંતિભાઈ રમણા ફ્રીઝ અને એસી રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સંતાનમાં હર્ષ અને આનંદ નામના બે દિકરા હતા. હર્ષ રાઇફલ શૂટિંગનો નેશનલ પ્લેયર છે. હર્ષ અને આનંદના મોત થતાં સિદસર અને પાલિવાળ બ્રહ્મસમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. બે ભાઈઓના મોત થતા નાનકડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here