સીદસર બુધેલ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ.

બ્રિજેશ ગૌસ્વામી
સીદસર-બુધેલ રોડ પરથી પસાર થતી એક પાણીની લાઈનમાં છેલ્લા ૧૫ દિવસથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવી હોય રસ્તાપર તળાવોનું નિર્માણ થયું છે. ભાવનગર શહેરના છેવાડાનો વિસ્તાર એટલે સીદસર-બુધેલ માર્ગ પર આવેલી એક પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ૧૫ દિવસથી ભંગાણ સર્જાયું હોય અને જેમાં આજદિન સુધી આ અંગે રીપેરીંગની કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી હોય લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે.

ઉપરાંત આ પાણી રસ્તાઓ પર ફરી વળતા રસ્તાઓ તળાવો બની ગયા છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.આજે એક તરફ 376 રૂ.ના ખર્ચે નવી બલ્ક પાઇપલાઇનના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો છે જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી તરફ 15 દિવસથી થઈ રહેલા પાણીના વેડફાટ અંગે તંત્ર કોઈ કામગીરી કરતું નથી ત્યારે વહેલી તકે આ પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here