હજારો શ્રમિકો વતનમાં જવા તૈયાર, લોકડાઉનનો સમય છતાં સરકારી કચેરી અને રેલવે સ્ટેશનો પર ધમધમાટ

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન કયારે ખતમ થશે તે નકકી નથી ત્યારે વધુ ને વધુ મજૂરો અને પરપ્રાંતિયો સિહોર સાથે જિલ્લામાંથી પોતાના વતનમાં જઈ રહયા છે રોજ હજારો મજૂરો ટ્રેન મારફત વતનનાં રાજયોમાં જઈ રહયા છે. તંત્ર અને સરકાર દ્વારા મજૂરોને યુપી, બિહાર, એમ પી , ઝારખંડ સહિતનાં રાજયોમાં મોકલવામાં આવી રહ્યા છે આ પ્રવાહ સતત ચાલુ જ છે. આજે સિહોરના ૨૫૫ સાથે જિલ્લાના ૧૫૭૫ શ્રમિકોને ઉત્તરપ્રદેશ લઈ જવા ટ્રેન રવાના થઈ છે ભાવનગર માંથી આજે યુપી ગોરખપુર જવા એક ટ્રેન રવાના થઈ હતી તેમાં ૧૫૭૫ જેટલા મજૂરો ગયા હતા.

મજૂરોને પોતાના વતનમાં મોકલવામાં આવી રહયા છે અને હજુ પણ હજારો મજૂરો વતનમાં જવા માટે તૈયાર હોવાથી એકાદ સપ્તાહ સુધી ટ્રેનો રવાના કરવાનો સિલસિલો ચાલુ રહેશે તેવો અંદાજ છેે આજે સિહોર ભાવનગર ચિત્રા અને અલંગ વિસ્તારના શ્રમિકો યુપી જવા રવાના થયા છે ઉલ્લેખનીય છે કે પરપ્રાંતિયોની વતનની વાટ ઉદ્યોગ જગતમાં ચિંતા પ્રસરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here