શહેરમાં વધુ એક સુવિધા ખુલ્લી મુકાઈ, મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, ગૌતમેશ્વર મહંત પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામીની ખાસ ઉપસ્થિતમાં ગેસ ભઠ્ઠીનું લોકાર્પણ થયું

દેવરાજ બુધેલીયા – યાસીન ગુંદીગરા
સિહોરના મોક્ષધામ ખાતે મહિલા સાંસદ ભારતીબેન શિયાળની ગ્રાંટ તેમજ ભુતા પરિવારના આર્થિક સહયોગથી સ્મશાન ખાતે ગેસ ભઠ્ઠી કાર્યરત થઈ છે છેલ્લા ઘણા સમયથી સ્મશાન ખાતે ગેસ ભઠ્ઠી માટેનું કામ શરૂ હતું આધુનિક ગેસ ભઠ્ઠી માટે ભારતીબેન શિયાળની ગ્રાન્ટ માંથી ૧૩ લાખ તેમજ સિહોરના નંદલાલ ભુતા પરિવારે ૨૧ લાખ જેવી આર્થિક રકમ ફાળવીને સ્મશાન ખાતે ગેસ ભઠ્ઠીમાં સહયોગ આપ્યો છે ગેસ ભઠ્ઠી બનાવવાનું કામ ઘણા સમયથી શરૂ હતું જે કામ પૂર્ણ થયું છે અને સ્મશાન ખાતે આધુનિક ગેસ ભઠ્ઠી શરૂ થઈ છે જેનું લોકાર્પણ વિધિ આજે કરવામાં આવી છે.

જેમાં મહિલા સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા રીબીન કાપીને લોકાર્પણ વિધિ કરી ગેસ ભઠ્ઠી ખુલ્લી મુકાઈ હતી જ્યારે સ્વામી સ્વરૂપાનંદજી દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો આ સુવિધાનો લાભ લઇ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું અહીં મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, ગૌતમેશ્વર મહંત પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામીજી તેમજ સંતો મહંતો ભાજપના અગ્રણી આગેવાનો, શહેરના શ્રેષ્ટિઓ વિવિધ સંસ્થાઓના આગેવાનો નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો સામાજિક સંસ્થાના પદા અધીકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here