કોરોનાની મહામારીના કારણે દેરાસરોમાં સંઘો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાતી પૂજા-અર્ચના
બ્રિજેશ ગૌસ્વામી
જૈનોના પર્વાધીરાજ પર્વ પર્યુષણનો પ્રારંભ ચાર દિવસથી થયેલો છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ કર્તવ્ય પાલનના હોય છે. ત્યારબાદ ચાર દિવસ કલ્પસૂત્ર વાંચન થશે. ૧૯મીએ પ્રભુ મહાવીરનું જન્મવાંચન થશે. અને રરમી ઓગસ્ટે બારમા સૂત્ર વાંચન થશે. હાલમાં કોરોનાના મહામારીના કારણે દેરાસરમાં અલગ અલગ સંઘો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માત્ર ભગવાનની પૂજા દર્શનનો વિકલ્પ રખાયો છે. જેને પ્રતિક્રમણ ન આવડતું હોય તેના માટે જૈનાઆચાર્યો દ્વારા અલગ અલગ પુસ્તકવિધિ સૂત્રો સહિત તૈયાર કરાવી જૈન સંઘોને ઉપલબ્ધ કરાવ્યા છે. રર ઓગસ્ટે સંવત્સરી પ્રતિક્રમણ પણ ભાવિકો ઘરે જ કરશે. અને એક બીજાને ટેલિફોનથી ક્ષમાયાચના પાઠવશે.