ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોને લીધે ગંભીર અકસ્માત સર્જાય છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરનો એકપણ એવો રોડ નથી જ્યાં રખડતાં ઢોરો જોવા ના મળે ! નગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવતી હોવાથી રોડ પર ઢોરના ઢગલા જોવા મળે છે અને રસ્તે રખડતા ઢોરોને લીધે ગંભીર અકસ્માત સર્જાતા હોવાથી વાહનચાલકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયાં છે સિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય રોડ ઉપર ખડતાં ઢોરોનો અડિંગો જોવા મળે છે. સિહોરનો એકપણ રોડ એવો નથી કે જ્યાં રખડતાં ઢોર જોવા મળતા ના હોય ! સિહોરનો ભાવનગર રોડ વડલાચોક બસ્ટેન્ડ મેઈન બજાર ટાણા રોડ સુધી રસ્તા પર ઢોરો રખડતાં હોય છે. સિહોરના નગરપાલિકા વિસ્તારમાં આવતા રોડ ઉપર સૌથી વધુ ઢોરોનો ત્રાસ જોવા મળે છે.

ભૂતકાળમાં પણ રખડતા ઢોરોએ લોકોને શિંગડા ભરાવી ઘાયલ કર્યા હોવા છતાં પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગતું જ નથી ! રખડતા ઢોરોને લીધે ગંભીર અકસ્માત પણ થઇ રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે. ઢોર વાડો હોય તેમ રખડતા ઢોરો અડીંગો જમાવી લોકોને અડફેટે લેતા હોય છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થાય એટલે ઢોરોના ટોળા એકઠા થઇ જતાં હોવાથી વાહનચાલકોને ક્યાંથી પસાર થવું.

તે સમજાતું નથી એક તરફ રોડ પણ ખુબ જ તુટી ગયા છે. વરસાદી પાણી તૂટેલા રોડ અને ઢોરોના ત્રાસથી અકસ્માત સર્જાતા લોકો ઘાયલ થઇ રહ્યા છે. જેથી નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.  જો કે ઢોર પકડવાની કોઇ કાયમી વ્યવસ્થા વર્ષોથી થઇ જ નથી તંત્રનું પેટનું પાણી ય હાલતું નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here