સિહોર પોલીસના અનિરુદ્ધસિંહને બાતમી બાતમી મળીકે રોહિત મકવાણા દાદાની વાવ પાસે ઉભો છે, બોટાદમાં ગુન્હો નોંધાયો છે, ઝડપાયેલ રોહિતનો કોરોનો ટેસ્ટ થશે

દેવરાજ બુધેલીયા
સિહોરના ગુંદાણા વસાહતમાં રહેતા રોહિત મકવાણા સગીરવયની બાળાને લગ્નની લાલચ આપીને નસાડી જવાના ગુન્હામાં ગિરફ્તાર થયો છે બે અઢી માસ પહેલા બોટાદ પોલીસ મથકમાં સગીરાને નસાડી જવાનો ગુન્હો નોંધાયો હતો જેમાં રોહિત મકવાણા દાદાનીવાવ પાસેથી સિહોર પોલીસના હાથે ઝડપાયો છે જેનો કોરોના ટેસ્ટ થશે અને બાદમાં જરૂરી કાર્યવાહી માટે બોટાદ પોલીસને સોંપી દેવાશે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સગીર વયની બાળાઓના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ભોગ બનનારને ઝડપી પાડવા સિહોર પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનિરુધ્ધસિંહને બાતમી મળી કે બોટાદ પોલીસમાં થયેલી ફરિયાદ મુજબના કામનો આરોપી તથા ભોગા બનનાર સિહોર દાદાની વાવ ઉભા છે.

જેથી તુરત જ સ્ટાફ સાથે ત્યા જઇ જોતા ઉપરોક્ત વર્ણન વાળા ઉભેલ હોય જેથી મજકુર ઇસમનુ નામ-ઠામ પુંછતા પોતે રોહીતભાઇ સોમાભાઇ મકવાણા જાતે-કોળી ઉ.વ.૨૧ રહે.ગુંદાળા વસાહત સિહોર વાળો હોવાનુ જણાવેલ મજકુર ની પુછપરછ કરતા પોતે- બે અઢી માસ પહેલા પોતે તથા હાલ પોતાની સાથે રહેલ ભોગબનનાર બંન્ને જણાને પ્રેમ સબંધ હોય જેથી બંન્નેની મરજીથી પોતાના ઘરેથી ભાગી ગયેલ હોય અને પોતાના વિરુધ્ધ ઉપર મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હામાં પોતે આજદીન સુધી હાજર થયેલ ન હોય અને નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ ઝડપાએલ રોહિતનો કોરોના ટેસ્ટ થશે બાદમાં સમગ્ર કાર્યવાહી માટે બોટાદ પોલીસને સોંપી દેવાશે કામગીરીમાં કે.ડી.ગોહીલ, આર.એન.ગોહીલ, રામદેવસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ ડાયમા, અશોકસિંહ ગોહીલ, બીજલભાઇ કરમટીયા, શક્તિસિંહ સરવૈયા, પ્રવીણભાઇ મારુ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here