સતત વરસાદના કારણે સિહોરના મોંઘીબા જગ્યાની દીવાલ ધડાકાભેર તૂટી પડી, દુર્ઘટના સમયે મોટા અવાજના કારણે દૂર સુધી અવાજ સંભળાયો

ગૌતમ જાદવ
સિહોર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે થઈ રહેલા વરસાદને કારણે જમીનમાં અને દિવાલોમાં ભેજ થઈ ગયો છે ત્યારે કાચા મકાનોની દિવાલો ભેજવાળી થઈ જવાને કારણે ગમેત્યારે દિવાલ ધરાશાઈ થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સિહોરના મોંઘીબા જગ્યાની દીવાલ ધડાકાભેર તૂટી પડતા ભારે નુકશાન થયું છે સિહોર શહેર સહિત પંથકમાં ગઇકાલે રાત્રીના ભારે વરસાદ ખાબકયો હતો જેના કારણે શહેરના અનેક મકાનો જર્જરિત હાલતમાં છે.

ગઈકાલના વરસાદ બાદ આજે સવારે સિહોરના મોંઘીબા જગ્યાની પાછળના ભાગે ચાલતા બાંધકામમાં ઉભી કરેલી એક તોતિંગ દીવાલ અચાનક ધરાશાઈ થતા નુકશાની થવા પાણી છે જોકે ઘટનામાં સદનસીબે કોઈ અન્ય નુકશાન થયું નથી પરંતુ જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે એક મોટો ધડાકો થતા આજુબાજુ વિસ્તારમાં લોકોને એક મોટો અવાજ સંભળાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here