સિહોરના કસોટિયા ગામના યુવકે પ્લાઝમાં ડોનેટ કરીને માનવતા ઝળહળાવી

મિલન કુવાડિયા
ભારત સહીત વિશ્ર્વભરમાં કોરોનાની વેકિસન શોધવા માટે પ્રયાસો ચાલુ છે ત્યારે પ્લાઝમાં થેરાપી ઘણી ઉપયોગી સાબિત થાય છે. અને તેના સારા પરિણામો પણ મળ્યા છે ત્યારે ભાવનગરના કોરોનાના મહેશભાઈ દવે નામના દર્દીને પ્લાઝમાં ડોનેટ માટેની જરૂરિયાત ઉભી થતા સિહોર તાલુકાના યુવા વરિષ્ઠ અગ્રણી આગેવાન અભયસિંહ ચાવડાની મહેનત કારણે કોરોના દર્દી મહેશભાઈ દવેને પ્લાઝમાં ડોનેટની વ્યવસ્થા થઈ શકી હતી સિહોરના કસોટિયા ગામના યુવક મહાવીરસિંહ મોરીએ પ્લાઝમાં ડોનેટ કરવાની તૈયારી દર્શાવતા યુવા અગ્રણી અભયસિંહ ચાવડા દ્વારા પ્લાઝમાં ડોનેટ મહાવીરસિંહને લઈ ભાવનગર પોહચ્યા હતા અને કોરોના સામે લડતા મહેશભાઈ દર્દી માટે કસોટીયા ગામના મહાવીરસિંહ મોરીએ પ્લાઝમાં ડોનેટ કર્યું હતું ત્યારે આ યુવકના માનવીય અભિગમને શંખનાદ અભિનંદન પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here