સિહોર શહેર સહિત જિલ્લામાં વરસાદે વિરામ લેતા નાગરિકો-ખેડૂતોને રાહત

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૫/૬ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. પરમ દિવસ રાત્રિના સુમારે સિહોર ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો આજે સવારથી મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા ૫/૬ દિવસથી સિહોર કે જિલ્લાના પંથકમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે આજના દિવસ દરમ્યાન મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલ સાંજથી વરસાદનું જોર ઘટ્યું છે સતત વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ કોરી ખાઈ રહી હતી જોકે આજથી વરસાદે વિરામ લેતા ખેડૂતો સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here