વરસાદને ૫ગલે શાકભાજીના ભાવ ડબલ, બટાકા, દુધી, રીંગણ, કોથમીર, ફલાવર, સહિત વિવિધ શાકભાજીના ભાવ બમણા થયા

બ્રિજેશ ગૌસ્વામી
ભારે વરસાદને કારણે લીલા શાકભાજી ની આવકમાં ઘટાડો થયો છે.જેના કારણે લીલા શાકભાજી મોંઘા થયા છે. તેમાંય બટાકા, કોથમીર, રીંગણા, કોબીજ ના ભાવ તો બમણા થયા છે.શાકભાજીની આવક ઘટતા જ છુટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.જેના કારણે લોકો પર વધુ મોંઘવારીનો માર પડયો છે. એક બાજુ સિહોરમાં કોરોનાનો કેર યથાવત રહયો છે.બીજી તરફ વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે વરસાદને કારણે અન્ય જિલ્લા અને રાજયમાંથી આવતો શાકભાજીનો જથ્થો પણ અટકી ગયો છે.

લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં જ છુટક બજારમાં શાકભાજી મોંઘા થાય છે. વરસાદને કારણે અન્યો જિલ્લામાં શાકભાજી નો પાક ધોવાયો છે. એટલું જ નહી શાકભાજીની આવક પણ ઘટી છે.જેના કારણે ભાવ વધ્યા છે.હાલ બટાકા, દુધી, રીંગણા, કોથમીર, ફલાવર સહિતની શાકભાજીના ભાવો ડબલ થયા છે.જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here