અલ્તાફ અને ફરીદના કબ્જામાં રહેલ મકાનમાંથી વિદેશી દારૂની બે પેટી પોલીસને હાથ લાગી, ડી સ્ટાફ પેટ્રોલીંગના હતો અને બાતમી મળી, બન્ને ફરારને ઝડપી પાડવા પોલીસની કવાયત

હરેશ પવાર
સિહોરના લીલાપીર વિસ્તારમાંથી પોલીસને વિદેશી દારૂ હાથ લાગ્યો છે ૨૪ બોટલ એટલે કે ૧૨/૧૨ નંગની ૨ પેટી વિદેશી દારૂની મળી આવી છે જેના કબ્જા માંથી દારૂ મળ્યો છે તેવા બે બુટલેગરો અલ્તાફ અને ફરીદ બન્નેને ઝડપી પાડવા પોલીસે કેટલીક જગ્યાઓ પર દરોડા પાડીને પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે હજુ બે દિવસ પહેલા સુરતથી નીકળીને મહુવા તરફ પ્લાસ્ટિક ભરીને જતા આઇસરમાંથી સિહોર પોલીસને દારૂ હાથ લાગ્યો છે હજુ તે ઘટનાની પૂછપરછ અને કાર્યવાહી શરૂ છે.

ત્યાં ફરી ગઇકાલે ડી સ્ટાફના આર એન.ગોહીલ, આઇ.બી.ઝાલા, અનિરૂધ્ધસિંહ, બીજલભાઇ, રામદેવસિંહ, અશોકસિંહ, શક્તિસિંહ, પ્રવીણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળીકે લીલાપીરના રહેણાકી વિદેશી દારૂ છુપાવાયેલો છે હકીકતના આધારે સ્ટાફે રહેણાંકી મકાનમાં બાતમી વાળી જગ્યા પર રેડ કરતા પોલીસને ૨૪ બોટલ વિદેશી દારૂની હાથ લાગી હતી એટલે કે રહેણાંકી મકાનમાંથી અલ્તાફ ડોડી અને ફરીદ પઠાણના કબ્જામાં રહેલી વિદેશી દારૂની ૨ પેટી પોલીસે ઝડપી પાડીને બન્નેને ઝડપી પાડવા કવાયત શરૂ હાથ ધરી છે બન્ને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here