સિહોર નગરપાલિકા સામે લડતના મંડાળ, આવતીકાલે ધરણા અને આવેદન સાથે ત્રણ મુદ્દાઓનું સોલ્યુશન લાવવા અલ્ટીમેટમ

બ્રિજેશ ગૌસ્વામી
કર્મચારીઓને કાયમી કરવા તેમજ ૬ કર્મીઓનો ઠરાવ રદ કરવા અને વર્ષોથી મફતનગર માં રહેતા ગરીબો ના મકાનો વેરા રજીસ્ટર માં ચડાવી મકાન નો અધિકાર મળે સહિતના ત્રણ મુદ્દે લડત શરૂ

સિહોર નગરપાલિકા સામે દલિત અધિકાર મંચ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે ત્રણ મુદ્દાઓને લઈ આવતીકાલથી લડતના મંડાળ કરશે ઘરણા આવેદન સહિત ત્રણ મુદ્દે છેલ્લી રજુઆત કરીને અલ્ટીમેટમ આપશે સિહોર નગરપાલિકા દ્વારા ૬ કર્મીઓને કાયમી કરવામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પ્રાદેશિક કમિશ્રર અને ગાંધીનગર નગરપાલિકા એડમિસ્ટેટિવ ને લેખિત માં રજૂઆત કરી આ કરાવ રદ કરવા માંગ કરી છે કોરોના વોરિયર્સ તરીકે વાલ્મીકિ સમાજ લોકો ગંદી ગટરો માં ઉતારી જીવના જોખમે વર્ષો થી કામ કરે છે.

તો નગરપાલિકા ને તેના માટે સંવેદના કેમ નથી નામદાર કોર્ટે આદેશ તો બીજા ઘણા લોકો માટે પણ કર્યા છે તેના નામો કેમ નહીં વર્ષો થી સિહોર ની ગંદકી અને ચેરીઓ સાફ કરતાં સફાઈ કામદારો ના નામો કેમ નહીં અને ઓફિસ સ્ટાફ પટ્ટા વાળા વોર્ડ બોય કેમ નહી તેમજ બે વર્ષ પહેલા સિહોર નગરપાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખ ને આવેદનપત્ર અપાયેલ કે સિહોર નગરપાલિકા વિસ્તાર માં મફતનગર માં કાચા મકાન બનાવી છેલ્લા ૨૦ વર્ષ થી રહેતા ગરીબ પરિવારો ને તેજ જગ્યાએ સનદ મળે એને વેરા રજીસ્ટર માં ચડાવવા માં આવે તે માટે ૨૦૦૦ લોકોના ફોર્મ સાથે રજૂઆત કરેલ તેનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી.આ તમામ બાબતોને લઈ આવતીકાલે એ ગુરુવારે બપોરના ત્રણ વાગે નગરપાલિકાના ચીજ ઓફિસરને અલ્ટિમેટમ આપી એક કલાક ધારણા કરી આવેદનપત્ર અપાશે તેવું દલિત અધિકાર મંચના માવજી સરવૈયા દ્વારા જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here