સિહોર શહેર સહિત જિલ્લામાં વરસાદે વિરામ લેતા નાગરિકો-ખેડૂતોને રાહત, સાર્વત્રિક વરસાદથી પાકને મળ્યું નવજીવન

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૫/૬ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. પરમ દિવસ રાત્રિના સુમારે સિહોર ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો આજે સવારથી મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા ૫/૬ દિવસથી સિહોર કે જિલ્લાના પંથકમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે આજના દિવસ દરમ્યાન મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલ સાંજથી વરસાદનું જોર ઘટ્યું છે સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકોને નવજીવન મળ્યું છે.

ભારે ઉકળાટ, ગરમી બાદ લાંબા સમયે વરસાદનું આગમન થતાં ધરતી પુત્રોની સાથે લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. ખુબ લાંબા અંતરાય બાદ વરસાદના આગમનથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ધરતી પુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જે પાક પાણી વિના મુરઝાઇ રહ્યો હતો તે પાકને વરસાદી પાણી મળવાથી તે નવપલ્વીત થયો છે. વરસાદી પાણીના સ્પર્શથી ધરતી પર જાણે લીલી ચાદર પથરાઇ હોય તેમ તેની સુંદરતામાં વધારો થતાં કુદરતી સાૈંદર્ય પણ ખીલી ઉઠું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here