ર૦ મીને ગુરૂવારે સાંજે હિજરી ૧૪૪રનું થનારૂ ચંદ્રદર્શનઃ કરબલાના શહીદોની સ્મૃતિમાં છવાશે હુસૈની રંગ : વૈશ્વિક મહામારીના લીધે રાજય સરકારે તાજીયા જુલૂસ ઉપર પ્રતિબંધ ફરમાવતા ‘આશૂરાહ’નો પર્વ સાદાઇથી મનાવાશે

દેવરાજ બુધેલીયા
શુક્રવારથી જ ઇસ્લામી  નૂતન વર્ષનો  પ્રારંભ થનાર હોઇ મુસ્લિમ સમાજમાં આથકી આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઇ ગયો છે. આશૂરાહના દિવસે અનેક ઘટનાઓ અંકિત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહીનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહૂતિને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્ય દિવસ જ ‘આશૂરાહ’ નો દિવસ છે. આશૂરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭ર શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે.

આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખૂલ્લા મુકવામાં આવે છે અને હિન્દુ – મુસ્લિમ ભાઇ-બહેનો તેમાં જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો – ઠેર ઠેર પાણી-સરબતની સબિલો અને જાહેર પ્રસાદ-નિયાઝના ભરપૂર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે. પરંતુ આ વખતે મહોર્રમ મહીનો હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી વચ્ચે આવી જતા તાજેતરમાં જ સાવચેતીના પગલાં રૂપે રાજય સરકારે તમામ ધાર્મિક સમારંભો, જાહેર સમારંભો, પર્વોની ઉજવણી ઉપર જાહેર પ્રતિબંધ મૂકેલ હોઇ જેના લીધે મહોર્રમ માસમાં સર્વત્ર સાદાઇ ફરી વળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here