માનવો થી ઘૂઘવતો ઐતિહાસિક સિહોરનો બ્રહ્મકુંડ આજે ભાદરવી અમાસે ખાલીખમ રહ્યો

ભાદરવી બ્રહ્મકુંડના મેળાને કોરોનાનું લાગ્યું ગ્રહણ

દેવરાજ બુધેલીયા
ભાદરવી અમાસ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુજ મોટો દિવસ. આ દિવસે લોકો દરિયા કિનારે જઈને સ્નાન કરીને પૂજા વિધિ કરતા હોય છે. જિલ્લામાં કોળિયાક અને સિહોર બ્રહ્મકુંડમાં આજના દિવસે માણસ નું હૈયે હૈયું દળાંય તેવો ખુશીઓનો માહોલ છવાઈ જતો હોય છે. વહેલી સવારથી જ આજુબાજુના ગામડાંઓ માંથી ગાડીઓ ભરી ભરીને લોકો બ્રહ્મકુંડમાં પવિત્ર સ્નાન કરવા માટે આવી પહોંચતા હોય છે. અહીં દુકાન દારો રાતથી જ બધી ગોઠવણી કરીને ધંધો કરવા માટે બેસી જતા હોય છે પણ આ વખતે આ કોરોના નામની મહામારીનો ભોગ આ લોકમેળા પણ બન્યા છે.

શ્રાવણ માસના પહેલા દિવસથી સિહોરમાં લોકમેળા લાગી જતા હોય છે. પણ કોરોના એ આ વખતે લોકોને લોકમેળામાં માંથી સોશ્યલ ડિસ્ટન્સ રખાવ્યું છે. આજે ભાદરવી અમાસ ના દિવસે માનવના કીડીયારુંથી ઉભરાતો બ્રહ્મકુંડ આજે સુમસાન બની ગયો હતો. અહીં મેળામાંથી રોજી મેળવતા અનેક નાના નાના ફેરિયાઓ પણ નિરાશામાં ગરકાવ થયા હત. અહીં બ્રહ્મકુંડમાં આવેલ કામનાથ મહાદેવે પણ કોરોના ના લીધે જાણે સોશ્યલ ડિસ્ટ્સ પાળવાનું નક્કી જ કર્યું હોય તેવું અહીંના વિરાન દ્રશ્યો જોતા નજરે પડ્યું હતું. કોરોનાને લઈને આ વખતે ભાવિક ભક્તો ભાદરવી ના પવિત્ર સ્નાન પૂજન થી વંચિત રહ્યા હતા. પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત બ્રહ્મકુંડ આસપાસ ખડકી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here