સિહોરની જીવાદોરી ગૌતમેશ્વર તળાવની પાણી સપાટી નહિ વધતા આવતા ચોમાસા બાદ વિકટ સ્થિતિના એંધાણ, ઓગસ્ટ પૂર્ણ થવા આવ્યો છતાં જળસ્ત્રોતમાં વધારો નહિ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર કે તાલુકામાં ચોમાસું સીઝનનો માત્ર ૧૪ ઈંચ વરસાદ વરસ્યો પરંતુ શહેરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવની પાણી સપાટી નહિ વધતા ચોમાસા બાદ સ્થિતિ વિકટના એંધાણ દેખાઈ રહ્યા છે અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી સંભાવના સેવાઈ રહી છે છેલ્લા વર્ષોમાં ગૌતમેશ્વર તળાવ કોરુંધાકોડ રહ્યા બાદ ગત વર્ષે ગૌતમશ્વર તળાવ ચારથી પાંચ વખતો ઓવરફ્લો થયું હતું જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન સિહોર અને તાલુકામાં ૩૩૬ મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયેલો છે એટલે ૧૪ ઈંચ આસપાસ થવા પામે છે ૧૪ ઈંચ વરસાદ વચ્ચે શહેરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં નવાનીરનો વધારો નહિ થતા.

આવતા દિવસોમાં પાણી માટેની ગંભીર કટોકટી સર્જાય તેવા એંધાણ હાંલથી વર્તાય રહ્યા છે જોકે છેલ્લા દિવસોમાં ખુબ લાંબા અંતરાય બાદ જિલ્લામાં વરસાદના આગમનથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ધરતી પુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જે પાક પાણી વિના મુરઝાઇ રહ્યો હતો તે પાકને વરસાદી પાણી મળવાથી તે નવપલ્વીત થયો છે. વરસાદી પાણીના સ્પર્શથી ધરતી પર જાણે લીલી ચાદર પથરાઇ હોય તેમ તેની સુંદરતામાં વધારો થતાં હાલ કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે પરંતુ સિહોર શહેર માટે પાણીની સ્થિતિ વિકટ રહેશે તેવું હાલ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here