હવન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા ભક્તોએ સરકારી ગાઇડલાઇનનું પાલન કરી દર્શન કર્યા

બ્રિજેશ ગૌસ્વામી
હિન્દુ ધર્મમાં દરેક તહેવાર અને તિથિનું આગવું મહત્વ રહેલું છે જેમાં હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર એવાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસના રોજ સિહોરના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ મંદિરમાં માસ્ક, સેનેટાઈઝર સહિતની ગાઈડ લાઈનનું પાલન પણ કરવામાં આવ્યું હતું સિહોર શહેર સહિતના વિસ્તારોમાં આવેલ ગૌતમેશ્વર મહાદેવ, પંચમુખા મહાદેવ, રાજનાથ મહાદેવ, પ્રગટેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, સહિતના નવનાથના તમામ શિવ મંદિરોમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ત્યારે દરેક શિવ મંદિરમાં વિશેષ પુજા, અર્ચના, હવન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતાં. જ્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ દરેક મંદિરમાં સેનેટાઈઝેશન સહિતની સુવિધાઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તોએ પણ જાતે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરી ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તોએ પોતાની યથાશક્તિ મુજબ દાન કરી પુણ્યતાનું ભાથું બાંધ્યું હતું આમ શ્રાવણ માસના અંતિમ દિવસે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયાં હતાં.હાલ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here