સમીર મહેતા સહિતના ૬ કર્મીઓને કાયમી કરવાનો ઠરાવ રદ કરવામાં આવે અન્યો કર્મીઓને કાયમી કરવામાં આવે અને ગરીબોના મકાનો રેગ્યુલાઈઝ કરવામાં આવે ત્રણ માંગણી સામે અધિકાર મંચ મેદાને

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા સામે દલિત અધિકાર મંચે બાયો ચડાવી છે અને ત્રણ મુદ્દાઓનું સોલ્યુશન નહિ આવે તો ૧૦ દિવસમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારતાની સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે અને સમીર મહેતા સહિતના ૬ કર્મીઓને કાયમી કરવાનો ઠરાવ રદ કરવામાં આવે અન્યો કર્મીઓને કાયમી કરવામાં આવે અને ગરીબોના મકાનો રેગ્યુલાઈઝ કરવામાં આવે ત્રણ માંગણી સાથે દલિત અધિકાર મંચ મેદાને પડ્યું છે નગરપાલિકા વિભાગમાં માનીતા સમીર મહેતા સહિત ના છ કર્મીઓના નામ નામદાર હાઇકોર્ટ ના આદેશના નામે ઠરાવ કર્યો છે તે ગેરકાયદેસર છે.

છેલ્લા ૨૦/૨૦ વર્ષથી સફાઈ કામગીરી કરતાં અને ગંદી ગટરો સાફ કરતાં અને ગેરેજ વિભાગ બીજા સેનેટરી વિભાગ અને ઓફિસમાં કામ કરતાં એક પણ રોજમદાર નું નામ કેમ નહીં નગરપાલિકાના સેટઅપ મુજબ નગરપાલિકા માં કામ કરતાં તમામને કાયમી અધિકાર મળે પરંતુ નગરપાલિકામાં લાગવગથી કાયમી કરવાનો ઠરાવ કરાયો છે જે ગેરકાયદેસર છે બીજા કર્મચારીઓના પણ નામદાર કોર્ટ દ્વારા ઓર્ડર થયા હતા પરંતુ તેના નામો કેમ નહીં.

તેમજ સિહોર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષ થી રહેતા અને મફતનગર માં કાચા મકાનો બનાવી રહેતા ૨૦૦૦ થી વધારે લોકોએ બે વર્ષ પહેલા આવેદનપત્ર આપેલ જેમાં ગરીબ લોકો ના નામો વેરા રજીસ્ટર માં ચડાવી અને બોર્ડ માં ઠરાવ કરી રેગ્યુલર થાય તે બાબતે રજૂઆત કરેલ જેનો જવાબ મળેલ નથી ઉપરોકત વિષયે તાત્કાલિક યોગ્ય કરવામાં નહીં આવેતો ગરીબો માટે દલિત અધિકાર મંચે આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here