લીલાપીરમાં રહેતા ફોઝી પાન વાળા પરિવારના સભ્યને કોરોના થયો હતો જેઓએ પ્લાઝમા ડોનેટ કરી નૈતિક ફરજ પુરી કરી

બ્રિજેશ ગૌસ્વામી
કોવિડ૧૯ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોના મહામારીમાં સક્રમણનો ભોગ થયેલા ઘણા લોકોને પોતાનું નવું જીવન મળ્યું છે જેને લઈને તેઓ એક સામાજિક જવાબદારી ગણીને પ્લાઝમાં ડોનેટ કરીને કોરોના વોરિયર્સ બને છે સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા ફોજી પાન વાળા પઢીયાર પરિવારના સભ્ય ઇકબાલભાઈ કોરોના સંક્રમિત થયા હતા પઢીયાર પરિવારના સભ્યને કોરોના થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોઈ તેમ લાગતું હતું આ અંગે કોરોના સંક્રમિત ઇકબાલભાઈએ જણાવ્યું હતું.

હું કોરોના માંથી મુક્ત થયા પછી અન્ય કોરોના દર્દીઓની મદદ કેવી રીતે થઈ શકાય તેવું વિચાર્યું હતું આથી કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમાં ડોનેટ નિર્દેશમાં મારી યોગ્યતા હોવાથી પ્લાઝમા ડોનેટ કરીને અન્ય પરિવારને માટે મદદરૂપ થવાની મારી ભાવના હતી ત્યારે ભાવનગર કાળીયાબીડમાં રહેતા કોરોના દર્દી કુસુંભા ઝાલા નામના વ્યક્તિને ગઇકાલે તાત્કાલિક પ્લાઝમાં ડોનેટની જરૂરીયાત ઉભી થતા.

સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અગાઉ કોરોના સંક્રમિત થયેલા ઇકબાલભાઈ પઢીયાર ફોજી પાન વાળાએ પલાઝમાં ડોનેટ કરીને પોતાના રહેલી સેવાની ભાવના અને નૈતિક ફરજ પૂર્ણ કરી છે ત્યારે પ્લાઝમા દાન શ્રેષ્ઠ દાન સાબિત થઇ રહ્યું છે ત્યારે શ્રાવણ માસ પૂર્ણ થયો તેને હજુ બે દિવસ થયા છે શ્રાવણ માસમાં દાનનું અનેરું મહત્વ છે તેમ કોરોના મહામારી માટે પ્લાઝમા દાન શ્રેષ્ઠ દાન સાબિત થઇ રહ્યું છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે પ્લાઝમા આપી શકે તેવા વ્યકિતઓએ પોતાનું પ્લાઝમા ડોનેટ કરીને બીજા વ્યકિતને મદદરૂપ થવું જરૂરી છે.

બોક્સ..
– કોવિડ પ્લાઝમા કોણ ડોનેટ કરી શકે?

#જેમની ઉમર ૧૮થી ૬૫ વર્ષ હોય.
#જેમનુ વજન ૫૦ કિલોગ્રામથી વધુ હોય.
#જેમને થોડા સમય પહેલા જ કોરોના થયો હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાને ૨૮ દિવસ પુરા ગઇ ગયા હોય.
#જેમને ડાયાબિટીસ, હૃદયરોય કે અન્ય ગંભીર બીમારી ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here