વિકાસનો વિલાપ : સિહોરના પીએમ રૂમે પોસ્ટમોર્ટમ માટે આવતા શબો પર છત માંથી પાણી ટપકે છે

પોસ્ટમોર્ટમ માટે આવતા શબો પર છત માંથી પાણી ટપકે છે અને આજ હાલતમાં ટપકતા પાણીની વચ્ચે તબીબો અને પોલીસ લાશનું પોસ્ટમોર્ટમ કરે છે, સિહોરનો શબઘર જર્જરિત હાલતમાં

હરેશ પવાર
“ જીવતા તો વેઠી પણ મૃત્યુ પછી પણ મૃતદેહનેય વૈતરણીની યાતના નડી” જેવો ઘાટ અહીં સર્જાયો છે ગતિશીલ ગુજરાત સમૃદ્ધ ગુજરાત અને સંવેદનશીલ સરકારની બૂમરેંગ વચ્ચે લોકો પાયાની સુવિધાથી વંચિત છે આપડે વિકાસના ભલે ગમે તેટલા બણગાઓ મારીએ અને ભાષણો ઠોકીએ પરંતુ સામાન્ય નાગરિકને જરૂરિયાત પૂરતી પ્રાથમિક સુવિધા મળતી નથી તે પણ એટલી વાસ્તવિકતા રહેલી છે.

એટલે સુધી કે હવે શબઘરો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જોકે સિહોરની કેટલીક સરકારી ઇમારતો હવે જર્જરિત જોવા મળે છે સિહોરના સરકારી હોસ્પિટલની સામે આવેલ શબઘર હવે જર્જરિત જોવા મળે છે સિહોર શહેર કે તાલુકા અને આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ઘટના બને છે તો મૃતકનું પોસ્ટમોર્ટમ માટે સિહોર પીએમ માટે ખસેડવામાં આવે છે રોજે એકાદ બે લાશોના પોસ્ટમોર્ટમ અહીં શબઘરમાં થતા હોય છે.

જોકે હાલ શબઘરની સ્થિતિ એ છે છત માંથી પાણી મૃતક લાશની પર ટપકે છે અને તે ટપકતા પાણીની વચ્ચે વચ્ચે તબીબ લાશનું પીએમ કરવા પોલીસ કેસ કાગળો કરવા મજબુર છે અહીં સ્થિતિ એવી થઈ છે કે “જીવતા તો વેઠી પણ મૃત્યુ પછી પણ મૃતદેહનેય વૈતરણીની યાતનાઓ અહીં નડી રહી છે ત્યારે નઘરોળ તંત્ર પણ જાણે “લાશ” બની ગયું હોય તેમ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here