જૈનબંધુઓ દ્વારા શ્રવણ, સામુહીક ધાર્મિક અનુષ્ઠાનો બંધ હોવાથી ઘરે જ પ્રતિક્રમણ કરાશે, પર્યુષણ પર્વ કાલે સંવત્સરી સાથે સંપન્ન થશે
દેવરાજ બુધેલીયા
તપ, ત્યાગ અને ધર્મ આરાધના સાથે પર્વાધીરાજ પર્યુષણના દિવસો પસાર થઇ રહ્યા છે. આજે સાતમા દિવસે જૈનોમાં હર્ષોલ્લાસ છવાયો છે. સંઘો દ્વારા પણ પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. આવતીકાલે શનીવારે ક્ષમાપનાનો પર્વ સંવત્સરી સાથે મહાપર્વ પર્યુષણનું સમાપન થશે હાલ કોરોનાની પરિસ્થિતિમાં વ્યાખ્યાન યોજવામાં નથી આવ્યા. કાલે સંવત્સરીના પાવન પર્વે પ્રતિક્રમણ સાથે જૈનો એક-બીજાની ક્ષમાપના યાચશે. રવિવારે તપસ્વીઓ તપના પારણા ઘરે જ કરશે. જૈનો દ્વારા કોરોનાની વૈશ્વીક મહામારીના કારણે ઘરે જ પર્યુષણ આરાધના કરાઇ રહી છે જૈનબંધુઓ દ્વારા શ્રવણ, સામુહીક ધાર્મિક અનુષ્ઠાનો બંધ હોવાથી ઘરે જ પ્રતિક્રમણ કરશે અનેપર્યુષણ પર્વ કાલે સંવત્સરી સાથે સંપન્ન થશે