પોલીસની ઘોષ : સિહોર શહેર માંથી દારૂ મળી આવવાનો સિલસિલો યથાવત : ગાયત્રી પાર્ક માંથી ૨૨૮ બોટલ દારૂ મળ્યો : આરોપી ગિરફ્તાર

છેલ્લા છ કે સાત દિવસોમાં પોલીસને ચૌથી જગ્યાએ થી દારૂ હાથ લાગ્યો, પોલીસની ઘોષ સામે બુટલેગરો ઘૂંટણીએ, બુટલેગરોના તમામ કિમીયાઓ નાકામ

હરેશ પવાર
ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની ખપતને પોહચી વળવા બુટલેગરો અવનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે સિહોર શહેર અને પંથકમાં છેલ્લા છ કે સાત દિવસ દરમિયાન પોલીસની ચાર રેડ દરમિયાન લાખ્ખોનો વિદેશી દારૂ અને મુદ્દામાલ મળી આવ્યો છે સિહોર પોલીસે ગાયત્રી પાર્કમાં રેડ કરીને હજુ પિકપ બોલેર ડિલિવરી માટે રવાના થાય ત્યાં જ સિહોર પોલીસનો કાફલો “ટાઉ ટાઉ” ત્રાડકીને ૨૨૮ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે સિહોર પોલીસના અધિકારી કે ડી ગોહિલ અને ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસની આંખોમાં ધૂળ નાખવા પિકપ વાહનમાં દારૂની હેરફેર કરવા બુટલેગરોનો કિમોયો પોલીસે નાકામ બનાવ્યો હતો.

સિહોર પોલીસને મળેલી બાતનીના આધારે હકીકત મળતા ગાયત્રી પાર્કમાં રેડ કરતા બુટલેગરના રહેણાક મકાન પાસે એક સફેદ કલરની બોલેરો પીકઅપમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરી જવા નીકળે તે પહેલાં જ પોલીસ પોહચી ગઈ હતી તે દરમિયાન ડ્રાઇવર સીટમાં રહેલા મુખ્ય બુટલેગર પણ ગિરફ્તાર થયો હતો પોલીસને બોલેરો પીક ના થાપડામાં ઝડતી કરતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૨૮ કિ.રૂ ૬૩૮00 / – તથા વાહન તથા મોબાઇલ મળી કુલ ૨,૭૭,૮૦૦ / – નો મુદામાલ મળી આવ્યો છે જ્યારે ઝડપાયેલા બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here