ઘરે – ઘરે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને કોરોના મહામારીમાંથી બચાવવા પ્રાર્થના, ગણેશ ઉત્સવના અનેક આયોજનો તેમજ દર વર્ષે યોજાતી ભવ્ય શોભાયાત્રાઓ રદ્દ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર સહિત પંથકમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. કોરોના મહામારીના કારણે સામૂહિક કાર્યક્રમો રદ્દ કરાયા છે. આજે સવારથી ઘરે – ઘરે ગણેશજીની મૂર્તિઓની પૂજન – અર્ચન સાથે સ્થાપના કરવામાં આવી છે અને ભાવિકો દ્વારા કોરોના મહામારીમાંથી બચાવવા પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ વર્ષે લોકો ગણપતિબાપાની મૂર્તિઓનું ઘરે જ સ્થાપન કરી પૂજન – અર્ચન કરી રહ્યા છે.કોરોનાના કારણે આ વર્ષે ગણેશજી મૂર્તિઓના વેચાણમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

મોટાભાગના લોકો આ વખતે પોતાના ઘરે ગણપતિદાદાનું સ્થાપન કરી કોરોના સંકટમાંથી મુકિત મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સિહોરમાં દર વર્ષ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાતો ગણેશ ઉત્સવ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી શ્રી ગણેશ ઉત્સવ સમિતિઓ દ્વારા દર વર્ષ નિકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષ રદ્દ કરી હતી ઘરમાં રહીને જ ગણેશ સ્થાપન – ઉત્સવ કરવા ઘરમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેમ બાપાનું પૂજન કરવા આહ્વાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here