કરોડોનું આંધણ છતાં ગુણવત્તા નબળી, હજારો લોકો અને વાહનચાલકો ત્રાહિમામ

દેવરાજ બુધેલીયા
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સિહોરના ટાણા ચોકડી સહિતના ગામે ગામ આ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડયા હોવાથી અવારનવાર અકસ્માત થાય છે.ફોરટ્રેક હાઈવે બનાવવામાં કરોડોનું આંધણ થયું હોવા છતાં રોડની ગુણવત્તા  નબળી હોઈ દર ચોમાસામાં રોડનું ધોવાણ થાય છે અને ગાબડા પડે છે ચાર કે પાંચ વર્ષ પહેલા રાજકોટ ભાવનગર હાઇવે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બન્યો હતો પરંતુ રોડ બનાવતી સમયે નબળી ગુણવત્તાવાળું મટિરીયલ વાપરવામાં આવ્યું હોવાની શક્યતા છે.

આ રોડ ઉપર છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ચોમાસામાં અનેક જગ્યાએ મોટા ભુવા ખાડા પડે છે અને અતિ જર્જરિત રોડ બની જાય છે સિહોર સાથે સૌરાષ્ટ્રમાં જવાનો મુખ્ય હાઇવે અનેક મોટા શહેરો અને નાના-નાના ગામડાઓને રાજકોટ સાથે જોડતો મુખ્ય હાઈ-વે છે.આ હાઇવેના કોન્ટ્રાક્ટર સાથેની મીલીભગતને લીધે બિસ્માર રસ્તાથી અકસ્માતમાં અનેક માનવ જીંદગીને અસર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here