સૌને ગણેશ ચતુર્થીની શુભકામના, જૈન જૈનેતર નાગરીકોને મિચ્છામી દુકકડમ : મિલન કુવાડિયા


શંખનાદ કાર્યાલય
શંખનાદ સંચાલક અને જિલ્લાના યુવા લોકનેતા મિલનભાઈ કુવાડિયાએ સિહોર શહેર અને જિલ્લાના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ કોરોના મહામારી સહિતના હરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, ગુજરાતને પ્રગતિશીલ-વિકસીત, સુખી-સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી ગણેશચતુર્થીની શુભેચ્છા લોકનેતાએ આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.

પ્રવર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના-ઉપાસના માટે  ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું અનુપાલન કરવા પણ સૌને અનુગ્રહ કર્યો છે. સાથો સાથ જૈન અને જૈનેતર નાગરિક ભાઇ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે. પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૃં પર્યૂષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here