પાલિકાના નવા પ્રમુખ કોણ, ધમધમાટ સાથે લોકોમાં ભારે ઉત્તેજના, પ્રમુખપદ માટે બે થી ત્રણ દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું, ત્રણની લડાઈમાં ચોથો ફાવી જાય તો નવાઈ નહિ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાના વર્તમાન મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીના અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં હવે આગામી અઢી વર્ષ માટે પાલિકાના પ્રમુખની ચૂંટણી ૨૪ ઓગસ્ટ અને સોમવારના રોજ યોજાશે પાલિકામાં કોણ પ્રમુખ બનશે જો કે પ્રમુખ માટે બક્ષીપંચની અનામત સીટ હોવાથી બક્ષીપંચના કયા ઉમેદવાર પાલિકા પ્રમુખ બનશે તે પ્રશ્ને શહેરમાં ઠેર ઠેર નવા પ્રમુખને લઈને અટકળો તેજ બની છે.પાલિકા પ્રમુખ માટેના ત્રણ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ ત્રણની લડાઈમાં ચોથો ફાવી જાય તો નવાઈની વાત નહિ સિહોર નગર પાલિકાનું શાશન ભારતીય જનતા પક્ષના હાથમાં છે.

વર્તમાન મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીના અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે નગર પાલિકાના પ્રમુખની ચૂંટણી ૨૪ ઓગસ્ટના રોજ યોજાવાની છે.પ્રમુખ પદ માટે બક્ષીપંચની સીટ હોવાને કારણે પ્રમુખપદ માટે બક્ષીપંચના ત્રણ પુરૂષ ઉમેદવારો અને પોતાની રીતે સોગઠાં ગોઠવવા માંડયાં છે. ત્રણે ઉમેદવારો શહેરના પ્રથમ નાગરિક બનવા માટે એડીચોટીનું જોર લગાવી પોતપોતાની રીતે લોબીંગ શરૂ કરી દીધું છે. પરંતુ નગરમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે ભાજપનું મોવડી મંડળ ઉમેદવારની પસંદગી કરવામાં કાચુ કાપશે તો આગામી સમયમાં પક્ષમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને ત્રણની લડાઈમાં ચોથો ફાવશે તે હાલના સંજોગોમાં નક્કી મનાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here