સિહોરના વાવડી ગામેથી પોલીસે જુગાર રમતા ૧૧ જુગારીઓની અટકાયત કરી : ૩૧૦૫૦ નો મુદ્દામાલ જુગારીઓ પાસેથી ઝડપ્યો

હરેશ પવાર
સિહોરના વાવડી ગામેથી પોલીસે જુગાર રમતા ૧૧ જુગારીઓની અટકાયત કરી છે અને ૩૧૦૫૦ નો મુદ્દામાલ જુગારીઓ પાસેથી ઝડપ્યો છે પવિત્ર તહેવારના મહિનાઓમાં થતી શિવ પૂજા-અર્ચના અને જનમાષ્ટમીની ઉજવણી સાથે જુગારને કેવી રીતે જોડી દેવાયો છે. એ તો જુગારી ભક્તો જ જાણે..! પરંતુ સિહોર સહીત સમગ્ર રાજ્યમાં જાણે એક પરંપરા હોય તેમ જન્માષ્ટમી તહેવારોમાં તો પત્તા રમવા જ પડે તેવી ઘર કરી ગયેલી માન્યતામાં, દર વર્ષે રમાતા કરોડો રૂપિયાના જુગારો સામે આવે છે આજે શનિવારના રોજ સિહોર પોલીસ ટિમ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળતાં પોલીસે સિહોરના વાવડી ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી ૩૧૦૫૦ નો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી. પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે એલસીબી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન બાતમી મળી હતી કે સિહોરના વાવડી ગામના પાદરમાં વાડી વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા વાડીના દરવાજા પાસેની જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે રેઈડ કરી ૧૧ ઈસમો સાથે ૧૦,૦૫૦ની રોકડ સહિત ૩૧૦૫૦ નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here