સિહોર અને પંથકમાં મેઘરાજાએ અડ્ડો જમાવતા આલ્હાદક મસ્ત મસ્ત વાતાવરણ

બ્રિજેશ ગૌસ્વામી
તાજેતરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન તેમજ બંગાળની ખાડીના લોપ્રેસરના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર થી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ આગાહીના ભાગરૂપે ધોધમાર વરસાદનું આગમન થઈ ચુક્યું છે ત્યારે સમગ્ર સિહોર તાલુકામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરી વિસ્તારમાં ઝરમરથી લઈ તાલુકાના વિસ્તારના વિસ્તારમાં પણ વરસાદ વરસી ગયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને ચારેબાજુ ડુંગરોમાં હરિયાળી પથરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here