દીપ્તિબેન ત્રિવેદીના અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ, નગરપાલિકાના નવા પ્રમુખની વરણી, ચૂંટણી સભામાં મીડિયાને દૂર રખાયા


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની આજે ચૂંટણી અને વરણી પ્રક્રિયા યોજાય હતી અને જે ચૂંટણી સભામાં મીડિયાને દૂર રખાયા છે આજે સિહોર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને વરણી પ્રક્રિયા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ તરીકે વિક્રમ નકુમ ચૂંટાઈ આવ્યા છે અને નગરપાલિકા પ્રમુખ બનવા માટે ભારે ખેંચતાણનો અંત આવ્યો હતો. સિહોર માં પણ ભગવો લહેરાયો હતો જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે.

ગત ટર્મમાં ઉપપ્રમુખ રહેલા ચતુર ભાઈ રાઠોડ ને ફરી ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા તેમણે પ્રમુખ પદની માંગને લઈ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાની વાતો વહેતી થઈ છે સમગ્ર પ્રમુખપદની બેઠકમાં મીડિયાને દૂર રખાયું હતું જ્યારે એક સમયે બળવો થયો હોવાની વાત સામે આવી હતી પરંતુ સભાગૃહની બહાર સમાચાર આવતા ભાજપે પ્રમુખપદ જાળવી રાખ્યું હતું દીપ્તિબેન ત્રિવેદીએ અઢી વર્ષનો પ્રમુખ પદનો કાર્યભાર પૂર્ણ થતાં વિક્રમભાઈ નકુમ બહુમતીથી પ્રમુખપદે નિયુક્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here