ચતુરભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક રાજકરણ સાથે જોડાયેલા વ્યક્તિ છે ગુંદાળા વિસ્તારમાં આજે પણ ચતુરભાઈનો દબ-દબો રહેલો છે, ૧૦૦ જેટલા સમર્થકો સાથે રાજીનામું ધરી દીધું, અનેક અટકળો

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાશન છે અને જે સતત વિવાદોથી ઘેરાયેલું રહે છે કાયમી સત્તા રહે છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે દીપ્તિબેન ત્રિવેદીનો અઢી વર્ષનો સમયગાળો આજે પૂર્ણ થયો છે નવા પ્રમુખ બનવા માટે હોડ લાગી હતી પાલિકાની ખુરશી માટે પાંચથી વધુ દાવેદારોએ એટીચોટીનું જોર લગાવ્યું હતું છેક ગાંધીનગર સુધીની દોડધામ પણ કરી હતી પાલિકા પ્રમુખની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભારે અસંતોષ જોવા મળતો હતો અને છેક સુધી એ અસંતોષ જોવા મળ્યો પણ ખરો પ્રમુખ ઉ.પ્રમુખની વરણીની મિનિટોમાં નિમાયેલા ચતુરભાઈ રાઠોડે રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણના હડકંપ મચ્યો છે.

એવું કહેવાય છેકે પ્રમુખ પદ કોળી સમાજના નેતાને આપવા માટેનો દાવો થયેલો હતો પરંતુ છેલ્લી ઘડીએ નામ બદલ થતા ભારે રોષ ફેલાયો હતો ત્યારે શિહોર નગરપાલિકામાં વિચિત્ર ગુંચવાડો ઉત્પન્ન થયો છે અને ચતુરભાઈ રાઠોડે નગરપાલિકાના ઉપપ્રમુખે ચૂંટાયાની ગણત્રીની મિનિટોમાં રાજીનામું ધરી દીધું છે. પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ચતુરભાઈના રાજીનામાં કારણે સ્થાનિક રાજકારણ હડકંપ મચ્યો છે અહીં ૧૦૦થી વધારે કાર્યકરો પણ જોડાયા હતા સાથે ભાજપના નગરસેવિકાના પતિ પ્રદ્યુમનસિંહ ગોહિલ પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાક્રમ બાદ કોઇ મોટી નવા જુનીના એંધાણની શક્યતા છે ઉલ્લેખનીય છે વોર્ડ ૨ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચતુરભાઈ રાઠોડનો દબ-દબો રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here