શંખનાદ સાથેની વાતચીતમાં મહિલા પ્રમુખ હર્ષનાં આંસુ રોકી ન શક્યા અને કહ્યું અઢી વર્ષના શાશન દરમિયાન દરેકનો સહકાર મળ્યો છે, હું આભારી છું સમગ્ર સિહોરની જનતાની

મિલન કુવાડિયા
પાંચ વર્ષના સમય ગાળાની આજે અઢી વર્ષની પહેલી ટર્મ સિહોર નગરપાલિકાના મહિલા પ્રમુખ દીપ્તિબહેન ત્રિવેદીની પુરી થઈ અને આજે નવા પ્રમુખની નિયુક્તિ થઈ છે ત્યારે આજના છેલ્લા દિવસે પાલિકા પ્રમુખ દીપ્તિબહેન એ દિલ ખોલીને પોતાના અઢી વર્ષના શાસન કાળની વાતો યાદ કરીને સિહોરની જનતા ભાજપના હોદેદારો અને સાથી કાર્યકરોને યશ ફાળવીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમને શંખનાદ સાથે વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે તેમના આ શાસન કાળનો યશ તેઓ ભારતીય જનતા પાર્ટીને આપે છે કે જેમને તેમના ઉપર વિશ્વાસ મૂકી ટીકીટ ફાળવીને તેમના સાથે ચૂંટાઈ આવેલા ૨૩ સાથી સભ્યોએ તેમને પ્રમુખ તરીકે ચૂંટયા તે બદલ તેઓનો આજના દિવસે આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે તેઓ મહિલા પ્રમુખ બન્યા ત્યારે લોકોના મોઢે પણ એવી વાતો થતી હતી કે ભાજપે નાની વયના મહિલાને પ્રમુખ બનાવ્યા છે તો શું એ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી શકશે કે કેમ પણ મેં મારી જવાબદારી ખૂબ કુનેહપૂર્વક નિભાવી એ સિહોરની જનતા જાણે છે. એક ખાસ વાત એ પણ કહી હતી કે પ્રમુખ બન્યા બાદ સિહોરની અનેક સંસ્થાઓ એ તેમનું સન્માન કર્યું હતું ત્યારે સિહોરની જાણીતી મહિલા સંસ્થાઓ એ પેન આપીને સન્માન કરીને કહ્યું હતું કે આ પેનનો ઉપયોગ ગામના હિતના કામો કરવા વાપરજો. ત્યારે ભાજપ દ્વારા અપાયેલ જવાબદારી નું ચિવતપૂવર્ક પોતે કામ કરી તેમને પક્ષની આશા સાકાર કરીને પોતે મહત્વના નિર્ણય લીધા હતા.

સાથે જ આ અઢી વર્ષના સમયગાળામાં પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. કોઈપણ સમયે તેઓ કામ કરવા તત્પર રહેતા હતા. તે બદલ પાલિકાના કર્મચારીઓ નો આજના દિવસે હું આભાર માનું છું. સાથે જ મજબૂત ગણાતો વિપક્ષ પણ સિહોરના વિકાસના અને નવા બિલ્ડીંગના નિર્ણયોમાં તેઓ તરફથી પણ એક સારો એવો સહકાર મળ્યો હતો જેને લઈને મહત્વના નિર્ણયો સર્વનુમતે પસાર થયા હતા. ભાજપમાં સભ્યોએ પણ મારા શાસનકાળમાં મારી ખૂબ મદદ કરી છે. સિહોરના વડીલ અનુભવી હોદેદારો અને પક્ષના વડીલો દ્વારા દરેક વિકટ સ્થિતિમાં સહકાર આપી વિકાસના કામોમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

નવા પ્રમુખ વિક્રમભાઈ નકુમ ને તેઓએ શુભેચ્છા આપી કહ્યું હતું કે પાર્ટીએ તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરી જવાબદારી સોંપી છે ત્યારે તેઓ પણ સિહોરના વિકાસમાં સારા કામ કરશે. સાથે જ આ અઢી વર્ષના સમયગાળામાં અનેક સમસ્યાઓ સામે આવી છે ન જોવાનું પણ ઘણું જોવા મળ્યું છે અનેક કડવા મીઠા અનુભવો થયા છે. સિહોરની જનતા એ ભાજપ ઉપર વિશ્વાસ રાખીને ૨૩ સીટો ભાજપને ફાળે આપી છે ત્યારે તમામ જનતાને તેનો યશ જાય છે અને આ વાત સમયે મહિલા પ્રમુખ પોતાના હર્ષનાં આંસુ રોકી શક્યા ન હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here