રાજીનામાને લઈ સ્થાનિક રાજકારણ હડકંપ છે કોળી સમાજને અન્યાય થયો હોવાની વાત સોશ્યલ મિડિયામાં વહેતી થઈ, ચતુરભાઈનું સ્થાનિક લેવલના રાજકારણમાં સારો એવો દબ-દબો છે, અન્ય પાંચ કે છ સભ્યો એમના સાથે હોવાની વાત સામે આવી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા પ્રમુખ ઉ.પ્રમુખ વરણીમાં બાદ ભારે ડખ્ખાઓ સામે આવ્યા છે અનેક નારાજગી નજર સમક્ષ દેખાઈ રહી છે અને વિવાદ વકર્યો છે અને રોષમાં રાજીનામાઓ પડ્યા છે ચતુરભાઈના રાજીનામાં બાદ રાજકારણ ઉથલ – પાથલના એંધાણો વર્તાઈ રહ્યા છે સિહોર નગરપાલિકામાં દીપ્તિબેન ત્રિવેદીના પ્રમુખપદનો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયો અને ગઈકાલે પ્રમુખ ઉ.પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે વિક્રમભાઈ નકુમ ચૂંટાઈ આવ્યા અને ઉ.પ્રમુખ તરીકે ચતુરભાઈ રાઠોડ યથાવત રહ્યા ગત અઢી વર્ષની ટર્મમાં પણ ચતુરભાઈ રાઠોડ ઉ.પ્રમુખ તરીકે હતા અને ફરી ગઈકાલે ઉ.પ્રમુખ તરીકે એમની જ વરણી થઈ જોકે એ વરણીને લઈ એમની નારાજગી સામે આવી હતી અને જેઓએ ગણતરીની મિનિટોમાં રાજીનામુ ધરી દેતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચાવીને રાખી દીધો છે.

ચતુરભાઈ રાઠોડ વોર્ડ નં ૨ માંથી ચૂંટાયા છે ગુંદાણા રામનગર રાજીવનગર સહિતના વિસ્તારોમાં લગભગ ૨૫ વર્ષથી તેમનો દબ-દબો રહેલો છે એમના પરિવારના સભ્યો છેલ્લા ૨૫ વર્ષથી આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવે છે ગઈકાલે ચતુરભાઈના રાજીનામાં બાદ સોશ્યલ મીડિયામાં પણ કોળી સમાજ સાથે અન્યાય થયાની વાત વહેતી થઇ હતી અને ચતુરભાઈનું રાજીનામુ સ્થાનિક રાજકારણમાં ઉથલ – પાથલ સર્જે તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે જેઓના સમર્થનમાં સમર્થકો સાથે પાંચ કે છ સભ્યો પણ સાથે હોવાની વાત સામે આવી છે જેથી નગરપાલિકામાં નવાજુની થાય તેવી સ્થિતિ આવીને ઉભી થઇ છે અને સમગ્ર મામલો જિલ્લા સ્તરના રાજકારણ સુધી પોહચ્યો છે જોવાનું એ રહેશે કે વાતનો વણાંક અને રાજીનામાંની વાત ક્યાં જઈને અટકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here