સિહોર નગરપાલિકાના નવનિયુક્ત અધ્યક્ષનું કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા સન્માન કરાયું


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગઈકાલે કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી વિક્રમભાઈ નકુમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે નવનિયુક્ત નગરપતિનું અભિવાદન કરવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો દિપશંગભાઇ ચૌહાણ (પ્રમુખ) તથા હરદેવસિંહ વાળા (મહામંત્રી), અશોકસિંહ વાળા (કોર્પોરેટર) અને અન્ય યુવાનો જોડાયા હતા તેમજ સિહોર શહેર કારડીયા રાજપૂત વિકાસ સમિતિના લક્ષ્મણભાઈ કાઠીયા,ભરતસિંહ ભાડલિયા, ભનુભાઈ ચૌહાણ સહિતના યુવાનો દ્વારા પુષ્પગુચ્છ, ફૂલહાર અને શાલ ઓઢાડી સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વી.ડી નકુમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજનું ગૌરવ વધારવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here