નવ નિયુક્ત પ્રમુખે શહેરના વિકાસ અને લોકોની સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા પ્રમુખના પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ જતા ગઈકાલે નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવેલ. જેમાં વિક્રમભાઈ નકુમને સિહોર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ. નવ નિયુક્ત પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ (વી.ડી) એ આજે નગરપાલિકા ના નવા અટલ ભવનમાં પોતાનો પ્રમુખ પદનો ચાર્જ વિધિવત સંભાળી આજથી શ્રી ગણેશ કર્યા હતા. સિહોર નગરપાલિકા ના પ્રમુખ પદનો તાજ કાંટાળો છે એ સૌ કોઈ જાણે છે નવા નિમાયેલા પ્રમુખને સૌ કોઇ નગરસેવકોએ ઉપસ્થિત રહીને મોં મીઠા કરાવી અભિનંદન આપ્યા હતા.

ચાર્જ સંભાળતાંની સાથે જ પ્રમુખે જણાવ્યું હતું કે વિકાસના કામોને અટકાવ્યા વગર એ વિકાસના કામો આગળ ધપાવવામાં આવશે અને વધુમાં વધુ સિહોરનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.ત્યારે હવે આગામી દિવસોમાં અનેકો અનેક સમસ્યાઓ થી ઘેરાયેલું સિહોર તેમજ ભ્રષ્ટાચાર થી ખદબદતા અટલ ભવનને કેવી રીતે હેન્ડલ કરે છે તે તો આગામી દિવસોમાં જોવું જ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here