સાગવાડી નજીક રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકીને પગમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન પગમાં ગોળી હોવાનું બહાર આવ્યું, તબીબને બતાવ્યું ત્યારે ખબર પડી કે પગની અંદર બંદૂકની ગોળી છે

પરિવાર કહે છે બાળકીને ગોળી ફેબ્રુઆરીમાં વાગી હતી અમને હતું કે કૂતરું કરડેલું હશે હાલ દુખાવો ઉપડ્યો અમે ડોકટર પાસે લઈ ગયા ત્યારે ખબર પડી પગની અંદર ગોળી છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે ૫ વર્ષની બાળાને પગમાં દુઃખાવો ઉપડતા તબીબ પાસે સારવાર દરમિયાન ખ્યાલ આવ્યો કે બાળકીના પગમાં ગોળી વાગેલી છે તબીબોએ સારવાર દરમિયાન બાળકીના પગ માંથી સફળ રીતે ઓપરેશન દરમિયાન ગોળી બહાર કાઢી છે ઘટનાની પ્રાથમિક મળતી વિગત એવી છે કે સિહોરના સાગવાડી ગામ નજીક રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળાને પગમાં ગોળી વાગી હતી જેઓને દુઃખાવો ઉપડતા પરિવાર દ્વારા તબીબ પાસે સારવાર લેતા ખ્યાલ આવ્યો કે બાળાના પગમાં ફાયરિંગ થયેલી બુલેટ ગોળી વાગેલી છે બાળાનો પરિવાર સિહોરના સાગવાડી નજીક રહે છે.

૫ વર્ષની બાળાને ફાયરિંગ ગોળી વાગી કઈ રીતે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને બાળાને પગમાં દુઃખાવો ઉપડવાની પરિવારને ફરિયાદ પછી પરિવાર દ્વારા તબીબી સારવાર માટે બાળરોગ નિષ્ણાત ડો ભૃગુ દવેને ત્યાં બાળાની સારવાર દરમ્યાન ખ્યાલ આવ્યો કે તેમના પગમાં બુલેટ (ગોળી) હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે જાણીતા સર્જન સિહોરના ડોકટર સહદેવસિંહ ચૌહાણ અને ટિમ દ્વારા બાળકીના પગનું સફળ રીતે ઓપરેશન કરીને તેમના પગ માંથી ગોળી કાઢી હતી બાળકીએ પરિવારની બીકમાં ઘરે વાત કરી ન હતી પગમાં દુઃખાવો ઉપડતા સમગ્ર ઘટના બહાર આવી છે ઉલ્લેખનીય છે સિહોર ટાણા રોડ પર ત્રણ જિલ્લાનું ફાયરિંગબટ આવેલુ છે.

જ્યાં અવારનવાર ફાયરિંગની ટ્રેનિંગ શરૂ હોઈ છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે ચોક્કસ દિશામાં તપાસ આદરી છે જ્યારે આ લખાઈ છે ત્યારે સાંજના ૭/૩૦ કલાકે પોલીસ અને પત્રકારો બાળકીના ઘરે પોહચ્યા છે અને બાળકીનો પરિવાર કહે છે બાળકીને ગોળી ફેબ્રુઆરીમાં વાગી હતી અમને હતું કે કૂતરું કરડેલું હશે હાલ દુખાવો ઉપડ્યો અમે ડોકટર પાસે લઈ ગયા ત્યારે ખબર પડી પગની અંદર ગોળી છે જ્યારે થોડા સમય પહેલા ફાયરિંગબટ ખાતે પ્રેક્ટિસ દરમિયાન વાડી વિસ્તારમાં ગોળીઓ પોહચી હતી તે વાત પણ નવી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here