સિહોરમાં અવિરત વરસાદના લીધે જાહેર માર્ગો ધોવાઈ જતા લોકોને હાલાકી

ખાડા રાજથી અકસ્માતોની સંખ્યા વધી, હાઇવે પર મસમોટા ગાબડાં પડતાં મુસાફરો ત્રાહીમામ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને જીલ્લામાં થયેલી મેઘમહેર બાદ વરસાદે વિરામ લીધો છે. ત્યારે સિહોરમાં વિવિધ સ્થળોએ પાણી ઓસરતાં માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય ખડું થયું છે. જાહેર માર્ગો તેમજ સોસાયટીના માર્ગો ધોવાઈને ગાબડા સર્જાતા જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે. આ ઉપરાંત ઠેર ઠેર મોટા ખાડા પડવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અનેક રોડ રસ્તાની હાલત દયનિય બની છે તંત્ર દ્વારા ખાડા પુરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાનુ દેખાઈ છે શહેર અને મુખ્ય રસ્તાઓને જોડતા માર્ગો જર્જરિત બન્યા છે.

વરસાદના કારણે રસ્તા પર ઠેરઠેર ગાબડાં પડયા છે અને લોકો પણ ઠેર ઠેર તૂટેલા રોડથી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દર ચોમાસાની સીઝનમાં મુખ્ય માર્ગો પણ ધોવાઇ જાય છે. તો બીજી તરફ શહેરના આંતરિક માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની ગઇ છે. આંતરિક માર્ગો ઉપર અવર જવર કરતાં વાહન ચાલકો પણ રોજીંદી સફર અકસ્માતના ભયે કરી રહ્યાં છે.  ત્યારે વિકાસના આ માર્ગો હાલમાં ધોવાઇ જવાથી અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓની કમર પણ તોડી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here