દર ૫ ગામ દીઠ પશુ સારવાર કેન્દ્ર શરૂ કરો, સિહોર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તાલુકામાં ગૌચર જમીન પર થયેલ દબાણ સામે પગલા લેવા રજૂઆત કરાઈ છે સિહોર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સિહોર તાલુકામાં ગૌચરની જમીનો પર ભૂ-માફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે. જેના લીધે પશુ પાલકોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત ગૌતસ્કરી અને ગૌહત્યામાં પણ વધારો થયો છે. જેથી પશુ પાલકો ત્રસ્ત થઈ ગયા છે. આ અંગે સરકારી દ્વારા તાત્કાલીક ધોરણે વિવિધ માંગણીઓ કરી પગલા ભરવામાં આવે જો આ અંગે સરકાર ગંભીર વલણ નહિ દાખવે તો પશુ પાલકો, ગૌભક્તો સાથે આમ આદમી પાર્ટી ગુજરાત ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરશે.

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિવિધ માંગણીઓ, જેમાં દરેક તાલુકા મામલતદારની આગેવાનીમાં એક સેલની સ્થાપના કરવામાં આવે, તાલુકાનું જે ગૌચર અંગે સેલ બનાવવામાં આવે જેમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે, આ સેલ દ્વારા તાલુકામાં એક સર્વે કરવામાં આવે અને તેટલા ગામોમાં દબાણ થાય છે તેની જાણકારી મામલતદારને કરવામાં આવે, દબાણ દૂર કરવા માટે વિના કોઈ ચાર્જ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, દરેક ગામમાં પશુ ગણતરી કરવામાં આવે અને સરકારના ધારા-ધોરણ પ્રમાણે પશુઓને હિસાબે ગૌચર ફાળવવામાં આવે, પશુપાલકોને પશુ રાખવા માટેની જગ્યાની આકારણી કરી આપવામાં આવે, દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે, અત્યાર સુધીમાં પશુ પાલકો દ્વારા ઘણા ગામમાં ગૌચર મુદ્દે અરજીઓ કરી છે. તે દરેક અરજીનો જલ્દીથી નિકાલ કરવામાં આવે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here