૭૨૦૦ રેપીડ એન્ટીજન ટેસ્ટ અને ૨ લાખથી વધુ દર્દીઓની તપાસ, ૬૪ કોરોના પોઝીટીવ દર્દીઓનું નિદાન

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત જીલ્લામા કાર્યરત ૪૪ ધન્વન્તરી આરોગ્ય રથ મારફત ગામડે ગામડે અને નગરપાલીકાના વિવિધ વિસ્તારોમા આરોગ્યની વિવિધ સેવાઓ આપવામા આવી રહી છે. આજદીન સુધીમાં ધન્વન્તરી રથની સેવાનો લાભ બે લાખ કરતા વધુ દર્દીઓએ લઇ ચુક્યા છે જેમાં ૬૪ જેટલા કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા છે.આરોગ્ય રથ દ્વારા ઉકાળા વિતરણ અને આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવ્યુ છે હોટ સ્પોટની વિસ્તારોની મુલાકાત લેવામા આવી છે.

ધન્વન્તરી રથ દ્વારા શાક ભાજી વિક્રેતાઓ, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કારખાનાઓ, કરીયાણાની દુકાન વગેરે જેવા સુપર સ્પ્રેડરો તેમજ ભીડવાળી અન્ય જગ્યાઓની મુલાકાત પણ ધન્વન્તરી રથ દ્વારા લેવામા આવી રહી છે અને ત્યાના લોકોની આરોગ્ય તપાસ, પલ્સ ઓક્સીમીટરની મદદથી ઓક્સીજનના લેવલની તપાસ , અને જરૂર જણાયે કોરોનાના નિદાન અર્થે એન્ટીજન ટેસ્ટ પણ કરવામા આવે છે અને હોમ આઇસોલેશન વાળા દર્દીઓની પણ મુલાકાત કરવામા આવી રહી છે.

અલંગ શીપ યાર્ડ, સર્વોતમ દૂધની ડેરી,સરકારી કચેરીઓ જેવી વિવિધ જગ્યાએ કર્મચારીઓ, મજૂરો અને ત્યા રહેતા-કામ કરતા લોકોનુ હેલ્થ ચેક અપ , આરોગ્ય પ્રદ ઉકાળા વિતરણ, અને અને હોમીયોપેથીક દવા આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવી રહ્યુ છે અને ખૂબજ મોટા પ્રમાણમા ટેસ્ટીંગની કામગીરી ધન્વન્તરી રથની વિવિધ ટીમ દ્વારા કરવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here