શ્રી વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મહારાજ ની પાવન નિશ્રામાં સંઘ આગળ વધશે, સિહોરના ક્રિકેટ ખાતે ભવ્ય તૈયારીઓ

વિનિતા નગરી ક્રિકેટ છાપરી મેદાને તા. 27 ડિસેમ્બરના સવારે સંઘનું થશે સુરોથી સ્વાગત, ગ્રાઉન્ડને મંડપો સાથે સુશોભીત કરાયું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર માં સિદ્ધાચલ મહાતીર્થ છ’રી પાલિત સંઘનું ભવ્ય થી ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં નિરંજનાબહેન બાબુલાલ શાહ નવસારી દ્વારા ધર્મપ્રેમી જનતાને સંઘમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. તીરથ થી તીરથ ની યાત્રા માં સિહોરથી સિધ્ધાચલ મહાતીર્થ છ રી પાલિત સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મહારાજ (ડહેલવાળા) ની પાવન નિશ્રામાં સંઘ જાત્રા માટે આગળ વધશે. અહીં તા. 28 ડિસેમ્બર ને આવતીકાલે શુક્રવારે સિહોરના ક્રિકેટ છાપરી મેદાન ખાતે સંઘનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આ સંઘ માં પ્રભુજીનો રુમઝુમ કરતો રથ સાથે રણઝનતા અશ્વો, ગજરાજ, વિરમગામ થી આવેલા શરણાઈ વાદકો ,બગી, ઊંટ ગાડીઓ,બળદગાડીઓ, મહમોહક રંગોળી, ફૂલોના વિવિધ શણગારો સાથે જ સંગીતકારો પોતાના સુરોથી વાતાવરણ ને મનમોહિત કરી પવિત્ર કરી દેશે. આ સંઘ સિહોરથી નીકળીને સોનગઢ ખાતે શનિવારે ગુણોદયધામ ખાતે પહોંચી જશે. ત્યાંથી આગળ રાજેન્દ્ર વિધાધમ પહોંચશે ત્યાંથી આગળ અઢીદ્વીપ ધામ પહોંચી ને ત્યાંથી પાલીતાણા ની ગીરીની પવિત્ર તળેટીમાં સ્પર્શ કરીને ગરિયાત્રાનો પ્રારંભ કરશે.

આ છ’રી પાલિત સંઘમાં મહારાજ સાહેબો સહિતના સાધુ સાધ્વી જોડાઈને યાત્રામાં પોતાનું જ્ઞાનની વાણીથી સંઘમાં આવેલ શ્રદ્ધાળુઓ ને પાવન કરશે સમગ્ર કાર્યક્રમને લઈ સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓનો આખરી ઓપ આપી દેવાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here