પોરબંદરના બરડા ડુંગરમાં ત્રેવડી હત્યાના કેસનો મામલો, કેસની તપાસ એક મહિનામાં પુરી કરી ત્રણ મહિનામાં આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી


બ્રિજેશ ગૌસ્વામી
તાજેતરમાં પોરબંદરના બરડા ડુંગરમાંથી શિક્ષક પતિ, પોરબંદર વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી પત્નિ અને વન વિભાગનાં રોજમદાર કામદારની થોડા દિવસો પહેલા હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે મામલે સિહોર ખાતે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા સજા અને તપાસની માગણી સાથે આવેદન આપીને કેસની તપાસ એક મહિનામાં પુરી કરી ત્રણ મહિનામાં આરોપીને ફાંસીની સજા આપવા માગ સાથે સિહોર મામલતદારને આવેદન આપીને રજુઆત કરી છે ઘટનાની વિગત એવી છે કે.

પોરબંદરના રાતડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં કિર્તીભાઈ સોલંકી અને માંડલના ટ્રેન્ટ ગામે રહેતી અને પોરબંદરનાં ગોઢાણા બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હેતલબેન સહિત અન્ય વન વિભાગનાં રોજમદાર કામદારની હત્યા કરેલી હાલતમાં પોરબંદરના બરડા ડુંગર પરથી લાશ મળી આવી હતી.

જે ઘટનાને રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા વખોડી કાઢી છે અને બનાવમાં જે શખ્સો પણ સામેલ હોય તે દિશામાં વધુ તપાસ હાથ ધરીને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે તેમજ આ કેસની તપાસ એક મહિનામાં પૂર્ણ થાય અને ચાર્જશીટ દાખલ કરી આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસીની સજા આપવામાં આવે તેવી સિહોર ખાતે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here