શાકભાજીના રાજા બટાકાનો ભાવ પ્રતિકિલો રૂ. ૩૫ થી ૪૦ થયો, અન્ય જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે શાકભાજીના પાકની આવક ઘટી

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારી અને અતિવૃષ્ટિને કારણે લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. તેવામાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવતાં કફોડી હાલતમાં મુકાયા છે. અન્ય જિલ્લાઓમાં મુશળાધાર પડેલા વરસાદને કારણે શાકભાજીના પાકને થયેલા વ્યાપક નુકશાનથી બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ધટાડો થયો છે. જેના કારણે સિહોરમાં અત્યારે શાકભાજીના ભાવમાં ભારે કડાકો થયો છે. ૨૦ થી ૪૦ના ભાવે પ્રતિકિલો મળતી મોટાભાગની શાકભાજીના ભાવ બેવડા થઇ ચુક્યા છે.

જેનાથી લોકડાઉનની માર વચ્ચે ગુહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે.રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગત સપ્તાહ દરમિયાન અનરાધાર વરસાદ પડયો છે. જેના કારણે અનેક સમસ્યાઓ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. દરમિયાન, બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાતા એકાએક શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવો ડબલ કરતાં વધુ થતાં મધ્યમવર્ગ પરિવારોની મુંઝવણમાં વધારો થયો છે. વિકલ્પ રૃપે શાકભાજીને બદલે કઠોળનો ઉપયોગ કરવા મજબુત બન્યા છે. અન્ય રાજ્યો તેમજ જિલ્લાઓમાંથી સિહોર કે ભાવનગરમાં શાકભાજીનો જથ્થાની આવક ઓછી થઇ હોવાથી તેના ભાવ આસમાને પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here