સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના પૂજ્ય સ્વરૂપાનંદજી ને કોરોના પોઝિટિવ બાદ પ્લાઝમાં ડોનેટની જરૂરિયાત ઉભી થતા વાસણના વેપારી આગળ આવ્યા

દેવરાજ બુધેલીયા
કોરોનાને હરાવી સાજા થતાં દર્દીઓ હવે બીજા દર્દીઓને સાજા કરવામાં પ્લાઝમા ડોનેટ કરી શકે છે અને જેનો ઉપયોગ પણ વધી રહ્યો છે સિહોરમાં પણ આ સેવારૂપી કાર્ય વધ્યું છે સિહોરના વાસણના વેપારી અને જાણીતા અગ્રણી રહીમભાઈ વાસણવાળાએ ગઇકાલે સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના પૂજ્ય સ્વરૂપાનંદજી કોરોનાથી સંક્રમિત થયા હતા અને જેઓને તાત્કાલિક પ્લાઝમા ડોનેટની જરૂરિયાત ઉભી થતા રહીમભાઈએ પ્લાઝમા ડોનેટ કરી સેવાકીય કાર્ય કરી કોમી એકતાનું પણ ઉદાહરણ પુરૂ પાડ્યું છે સિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે કોરોના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમાં ઉપયોગી થઈ રહ્યું છે.

કોરોનાની સારવારથી રિકવર થયેલ વ્યક્તિ પોતાના પ્લાઝમા ડોનેટ કરે છે ત્યાર બાદ આ પ્લાઝમાંનો ઉપયોગ અન્ય કોરોના દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે પ્લાઝમાં ડોનેટ બાબતે પણ સિહોરીઓ આગળ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રસિદ્ધ સિહોરના ગૌતમેશ્વર મંદિરના પૂજ્ય વંદનીય સ્વામી સ્વરૂપાનંદજી કોરોના સંક્રમિત થયા હતા જેઓને સારવાર દરમિયાન પ્લાઝમાંની જરૂરિયાત ઉભી થઇ હતી.

ત્યારે સિહોરમાં વાસણવાળા તરીકે જાણીતા મુસ્લિમ અગ્રણી રહીમભાઈએ પ્લાઝમાં ડોનેટ કર્યું હતું એ તકે રહીમભાઈએ કહ્યું હતું કે સ્વામી સ્વરૂપાનંદજી મારા ગુરુતુલ્ય છે મને આ તકે ગુરૂની સેવાનો મોકો મળ્યો તે માટે ગર્વની લાગણી અનુભવું છું ઉલ્લેખનીય છે કે કોવિડ૧૯ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે અગાઉ પણ કોરોના મહામારીમાં સક્રમણનો ભોગ થયેલા અનેક લોકોને પોતાનું નવું જીવન મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here