અનેક રજૂઆતો પછીય તંત્ર વામણું પૂરવાર, શહેરના અનેક વિસ્તારમાં સાથે સ્ટેટ હાઈવે અને પાલિકાના માર્ગો પર લોકો માટે જોખમી અસંખ્ય ખાડા

મિલન કુવાડિયા
સરકારના સૂત્રો ખૂબ સુવાળા લાગે છે પરંતુ વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરવો અઘરો પડે છે એસી ઓફિસોમાં બેસી અને લાખ્ખોની ગાડીઓમાં ફરતા લોકોને પ્રજાની સમસ્યા અને આ રોડના ખાડાઓ દેખાતા નથી સિહોરના અનેક વિસ્તારોમાં રોડ તૂટી ભાંગીને ભૂકો થયા છે વાહન ચાલકો અને આમ પ્રજા ત્રસ્ત છે ખાસ કરીને સિહોર નજીકથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઇવે ટાણા ચોકડી સહિત આસપાસના રસ્તાઓમાં વરસાદના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે વાહનચાલકોને પટકાવવાના બનાવો બની રહ્યા છે.

યુપીમાં જેમ શહેરોના નામ બદલાયા તેમ ગુજરાતના શહેરોના નામ બદલાય તો સિહોરના સિંહપુરનું નામ ખાડાપૂર રાખવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ ન કહેવાય કેમ કે, અહીં સ્ટેટ કે સીટીના તમામ રોડ પર ભ્રષ્ટાચારને કારણે એટલા ખાડાઓ પડી ગયા છે કે ખાડાઓમાં રસ્તો છે કે રસ્તામાં ખાડાઓ તે કહેવું જ અશક્ય બન્યું છે. છતાંય સરકારની આંખ ન ઉઘડતા સિહોરના ટાણા ચોકડી વિસ્તારના લોકોએ લોકફાળો કરી ખાડાઓનું સમારકામ કર્યું હતું.

સિહોર નજીકથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઇવે ટાણા ચોકડી વિસ્તારમાં રોડ એટલી હદે તૂટી ગયો છે કે ક્યાંક બે ફૂટ ઉંડા અને દસ ફૂટ પહોળા ખાડાઓ તો ક્યાંક બે ફૂટ ઉંચા ટેકરાઓ રોડ પર થઈ ગયા છે. સ્થાનિકોએ અસંખ્ય વાર તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન અપાયું નથી. ખાડાઓને કારણે પડતા લોકોના હાડકાં પણ ભાંગ્યા છે. જેથી અહીંના સ્થાનિક લોકોએ જ્યાં ખાડાઓ હતા ત્યાં માટી મોરામ પથરાવીને રસ્તાઓનું સમારકામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here