સિહોર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ નકુમનું વિવેકાનંદ યુવા કેન્દ્ર સહિત અનેક સંસ્થાઓ દ્વારા સન્માન

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાના નવા નિમાયેલા પ્રમુખ વિક્રમભાઈ નકુમને અનેક સંસ્થાઓ અને સમાજો દ્વારા સન્માનિત કરાયા છે તા.૨૪મી સવારના સૂરજના કિરણો વિક્રમભાઈ માટે પ્રથમ નાગરિકનું બિરુદ લઈને નીકળ્યા હતા.

૨૪ના રોજ યોજાયેલી પાલિકા પ્રમુખની ચૂંટણીમાં અનેક દાવેદારોની હોડ વચ્ચે વિક્રમભાઈ બાજી મારી હતી અને પ્રમુખપદનો તાજ એમના શિરે આવ્યો હતો વિક્રમભાઈના પ્રમુખ નિમણુંક પછી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સિહોર સહિત દરેક સંસ્થા અને શુભેચ્છકો સમાજો દ્વારા વિક્રમભાઈને સન્માનિત કરીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here