શહેરનો પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ વાવી એમની જતન કરવાની પ્રતિજ્ઞા લે આપડા સૌની ફરજ બને છે

દેવરાજ બુધેલીયા
ગ્લોબલ વોર્મિંગ એ આવનારા સમયની સૌથી મોટી સમસ્યા રહેવાની છે. સમગ્ર વિશ્વ આજે બદલાતા હવામાન અને પરિસ્થિતિ અંગે ચિંતિત છે. ઔદ્યોગિકરણ પુરપાટ ગતિએ વધી રહ્યું છે ત્યારે પૃથ્વી પર હવા, પાણી અને સૂર્ય પ્રકાશનું બેલેન્સીંગ ખાસ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ  પાછળ વૃક્ષ અને જંગલનો વિનાશ પણ એટલોજ જવાબદાર છે. આપણા સૌની નૈતિક જવાબદારી છે આવનારી પેઢીને લીલો છમ્મ પ્રકૃતિનો વારસો આપવાની. વધુ ને વધુ  વૃક્ષો વવાય અને તેનો યોગ્ય ઉછેર થાય તે માટે રાજ્ય સરકાર પણ ચિંતિત છે.

જેના ભાગરૂપે સિહોર વનવિભાગ દ્વારા રોપાઓ તૈયાર કરી સિહોર શહેરમાં તેનું વિતરણ કરવામાં આવ્યું છે જે વિનામૂલ્યે આપવામાં આવ્યા છે ત્યારે શહેરનો પ્રત્યેક નાગરિક એક વૃક્ષ જરૂર આવીને એમનો ઉછેર કરે તેવી શંખનાદ પણ અપીલ કરે છે જે રીતે આપણે કોઈએ વર્ષો વર્ષ વાવેલ વૃક્ષ, ફળ ફૂલ અને છાંયડાનો વારસો ભોગવી રહ્યા છીએ તેમ આવનારી પેઢીને પણ હરિયાળો પ્રાકૃતિક વારસો ભેટમાં આપીએ અને આપણી સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવીએ. એક બાળ એક ઝાડ ઉક્તિને સાર્થક કરીએ, માત્ર રોપાનું વાવેતર નહી પરંતુ તેનું જતન કરવું અને તે પુખ્ત ન બને ત્યાં સુધી તેની પરિવારના સભ્ય માફક સંભાળ લઈ પૃથ્વીને ગ્લોબલ વોર્મિગ થી સુરક્ષિત કરીએ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here