દર વર્ષે આસ્થા અને શ્રદ્ધા સાથે નીકળતા તાજીયા ઝુલુસ આ વખતે નહિ નીકળે, વર્ષોની પરંપરા તૂટશે, આજે પોલીસ તંત્ર અને તાજીયા કમિટી આગેવાનો વચ્ચે પોલીસ મથક ખાતે મળેલી બેઠક

હરેશ પવાર
હાલમાં કોરોનાના લીધે જે જગ્યાએ લોકો ભેગા થાય તેવી શક્યતા હોય છે તે રાજકીય. સામાજિક અને ધાર્મિક કાર્યકમો મોકૂફ રાખવામાં આવી રહ્યા છે ત્યારે સિહોરમાં તાજીયા ઝુલુસ નહિ નીકળે તેવો નિર્ણય કમિટીના સભ્યો દ્વારા લેવાયો હોવાનું જાણવા મળ્યું છે તાજીયા જુલુસ સંદર્ભે આજે તંત્ર અને આગેવાનો વચ્ચે બેઠક પણ મળી છે સિહોર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે યોજાતા તાજીયા ઝુલુસને આ વર્ષે નહી કાઢવાનો નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી છે.

મહોરમ માસ દરમ્યાન બંદગી, ઈબાદત સાથે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા ઝુલુસ દરેક શહેરમાં નીકળે છે અને શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરે છે. આ દરમ્યાન સબીલો સહિતની વ્યવસ્થા માટે રોડ પર મંડપો રાખવામાં આવે છે તેમજ ન્યાઝ અને તકરીરના કાર્યક્રમો રાખવામાં આવે  છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે ચાલુ વર્ષે કોરોનાના લીધે દરેક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે.

ત્યારે આજે સિહોર પોલીસ મથકે ખાતે પીઆઇ કે.ડી ગોહિલ મુસ્લિમ અગ્રણી ઇસ્માઇલભાઈ મહેતર, કરીમભાઈ, સહિતના આગેવાનોની હાજરીમાં તાજીયા ઝુલુસ અંગે બેઠક મળી હતી અને જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તાજીયા કમિટી દ્વારા ઝુલુસ કાર્યક્રમ અગાઉથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી ચૂકી હતી અને વર્ષોની પરંપરા તૂટશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here