ભાવનગર આરઆરસેલનો છાપો, પોલીસને ફુલસર વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી, ૭ શખ્સો સાથે સાડા ૬ લાખનો મુદ્દામાલ કબ્જે

સલીમ બરફવાળા
જુગારીઓ માટે બારેમાસ જુગારની મોસમ જ હોય છે. શ્રાવણ માસમાં જ નહીં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર જિલ્લા અને પંથકમાં બારેમાસ પત્તાપ્રેમીઓ અડ્ડો જમાવીને બેસી જતા હોય છે ત્યારે ફુલસરની વાડીમાં ચાલતા જુગારધામ પર આરાઆરસેલ ટીમે દરોડો કરતા ૭ જુગારીઓ ઝડપાયા હતા પવિત્ર શ્રાવણ માસ બેસતાં જ જુગારીઓ માટે જાણે મોસમ આવી હોય એમ ઠેર-ઠેર જુગારની હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. જિલ્લામાં સાતમ-આઠમ પર ઠેર ઠેર લાખ્ખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે જોકે શ્રાવણ પૂરો થતાં હજુ જુગારીઓ ઝપતાં નથી.

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલા આરઆરસેલના કાફલાએ બાતમીના આધારે ફુલસરની એક વાડીમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી રોકડા રૂપિયા ૩,રર,૮૬૦, ૬ બાઇક અને ૭ મોબાઇલ મળી કુલ રૂપિયા ૬,૪૪,૮૬૦ના મુદ્દામાલ સાથે ૭ શખ્સોને ઝડપી લીધા હતાં. જો કે દરોડા દરમ્યાન વાડી માલિક નાસી છુટયો હતો ભાવનગર આરઆરસેલના પોસઇ રોહિત બાર તેમજ જીતેન્દ્રસિંહ જાડેજા સહિતના કાફલાએ બાતમીના આધારે ફત્પલસરમાં આવેલી વિજયસિંહ સતુભા સરવૈયાની માલિકીની વાડીમાં જુગાર રમવામાં મશગુલ બનેલા ૭ શખ્સોને રોકડા રૂપિયા ૩,રર,૮૬૦, ૬ બાઇક કિમતં રૂપિયા ર,૪પ,૦૦૦ તેમજ ૭ મોબાઇલ કિમતં રૂપિયા ૭૭,૦૦૦ મળી કુલ રૂપિયા ૬,૪૪,૮૬૦ના મુદ્દાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી દરોડો દરમ્યાન નાસી છુટેલ વાડી માલીકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here