ગૌતમેશ્વર તળાવમાં વધુ એક ફૂટની આવક, સપાટી ૧૯ પર, મેઘવદર વરસાદના કારણે રોડમા પાણી ભરાયા, સિહોર જવા આવવાનો માર્ગ કલાકો સુધી બંધ રહ્યો

ગૌતમ જાદવ
સિહોર શહેર સહિત કેટલાક ગામોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વાડી વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા ભાદરવા માસના પ્રારંભની સાથે જ ચોતરફ સાર્વત્રિક સારો વરસાદ પડયા બાદ આજે બપોરના સમયે સિહોર અને પંથકમાં ભારે વરસાદના કારણે જળાશયો,નદી નાળાઓ અને તળાવડાઓમાં નવા નીરની આવક વધી રહી છે. ચોમાસાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે.

ત્યારે આજે બપોર બાદ સિહોરના તરશીંગડા મેઘવદર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી મેઘવદર,કરકોલીયા, તરશીંગડા વિસ્તારમાં ભારે વરસાદ પડતાં સિહોર-મેઘવદર માર્ગના કોઝવે માં પુર આવતા આ માર્ગ પર હાલ અવરજવર બંધ થઈ ગઇ હતી.વાહન ચાલકો સામાં કાંઠે ઉભા રહી વરસાદી પાણી ઉતરવા ની રાહ જોઈ રહ્યા છે.

જ્યારે પુરને નિહાળવા લોકો ઉમટી પડ્યા છે વાડી વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે ઉપરાંત સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવની સપાટી એક ફૂટ વધીને ૧૯ ફૂટે પોહચી છે જે સિહોરીજનો અતિ સારા સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here